Aba (આબા) :-
👉 Aba શું છે ?
Aba (આબા) એ એક પ્રકારનું Loose (ઢીલું) અને Long (લાંબું) cloak / robe (ડગલો / ઝભ્ભો - ઉપર થી પહેરવાનું પરંપરાગત વસ્ત્ર) છે. તેનો ઉદ્ભવ સંભવતઃ અરબી સંસ્કૃતિ સાથે જોડાયેલો માનવામાં આવે છે.
Textile અને costume history માં Abaને એક મહત્વપૂર્ણ traditional outer garment તરીકે ઓળખવામાં આવે છે. પુરુષોના “Jama” પ્રકારના પહેરવેશ સાથે સંબંધિત, સંભવતઃ અરબી મૂળ ધરાવતું ઢીલું ઉપરથી પહેરવાનું વસ્ત્ર. અંગ્રેજી માં તેને "A loose cloak, possibly of Arabian origin related to the Jama in men’s" તરીકે વર્ણવવામાં આવે છે."👉 Aba નો Jama સાથેનો સંબંધ
“Jama” ભારતીય ઉપખંડમાં પુરુષો દ્વારા પહેરાતું લાંબું પરંપરાગત વસ્ત્ર હતું. Aba અને Jama બંને ઢીલાં અનેલાંબા outer garments હોવાથી તેમની રચના અને ઉપયોગમાં સમાનતા જોવા મળે છે.
👉Aba ની મુખ્ય વિશેષતાઓ (Key features of Aba)
• Loose (ઢીલું) અને Comfortable (આરામદાયક) વસ્ત્ર
• શરીર ઉપર બહારથી પહેરવામાં આવે છે.
• લાંબી ડિઝાઇન હોવાથી Heat (ગરમી) અને Dust (ધૂળ)થી Protection (રક્ષણ) આપે છે.
• Traditional (પરંપરાગત) અને Cultural (સાંસ્કૃતિક) મહત્વ ધરાવે છે
• મુખ્યત્વે પુરુષો દ્વારા ઉપયોગમાં લેવાતું વસ્ત્ર
👉 Aba ના કાપડ બનાવટ માં ઉપયોગમાં લેવાતા (Fibers) તંતુઓ
Aba પરંપરાગત (Traditional) રીતે એવા તંતુઓ (Fibers) માંથી બનાવવામાં આવતું હતું જે ગરમી (Heat)થી રક્ષણ (Protection) આપે, મજબૂત (Strong) હોય અને લાંબા સમય સુધી ટકાઉ (Long lasting) રહે. તેમાં મુખ્યત્વે નીચેના તંતુઓ (Fibers) નો ઉપયોગ થતો હતો.
• ઊન (Wool) : ઊન થી બનેલું Aba ગરમ, નરમ અને આરામદાયક હોય છે.
• કપાસ (Cotton) : હળવું અને હવા પસાર થતું હોવાથી ગરમ પ્રદેશોમાં કપાસનું Aba વધુ અનુકૂળ રહે છે.
• ઊંટના વાળ (Camel Hair) : કેટલાક અરબી વિસ્તારોમાં ઊંટના વાળમાંથી બનેલું કાપડ વપરાતું હતું, જે મજબૂત અને ગરમી જાળવી રાખનાર હોય છે.
• બકરાના વાળ (Goat Hair) : પરંપરાગત રીતે ક્યારેક બકરાના વાળમાંથી બનેલા જાડા અને ટકાઉ કાપડનો ઉપયોગ પણ થતો હતો.
• મિશ્રિત તંતુઓ (Blended Fibres) : આધુનિક સમયમાં Wool + Cotton અથવા Synthetic fibres સાથે મિશ્રણ કરીને પણ Aba બનાવવામાં આવે છે.
કેટલાક Aba ભારે અને ગરમી આપતા બનાવવામાં આવતા હતા, જ્યારે કેટલાક હલકા અને હવામાં આરામદાયક રહે તે રીતે બનાવવામાં આવતા હતા.
👉 Aba નો ઉપયોગ (Usage )
• પરંપરાગત પહેરવેશ તરીકે
• ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં
• રણપ્રદેશ જેવા વિસ્તારોમાં ગરમી અને રેતીથી બચવા
• સામાજિક પ્રતિષ્ઠા દર્શાવવા
ટૂંકમાં (In short)
Aba માત્ર એક વસ્ત્ર નથી, પરંતુ અરબી (Arabic) અને પરંપરાગત (Traditional) વસ્ત્ર સંસ્કૃતિ (Clothing culture) નું પ્રતિનિધિત્વ (represents) કરતું ઐતિહાસિક (Historical) પહેરવેશ છે. Textile history, fashion studies અને costume design ના અભ્યાસમાં તેનો વિશેષ ઉલ્લેખ થાય છે.


Comments
Post a Comment